UPI નું પૂરું નામ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ
ભારત માં જ્યારથી કેશલેસ ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ પેમેન્ટ માં વધારો થઈ રહ્યો છે ત્યારથી સાઇબર ક્રિમિમલ સમાજ ના તમામ વર્ગ ના લોકોને છેતરવાના નવા નવા કિમીયા અજમાવી રહ્યા છે..
જ્યાં સુધી સામાન્ય યુઝર આ તરકીબ સમજે ત્યાં સુધી સાયબર ક્રિમિનલ નુકસાન પહોંચાડી રહ્યા હોય છે. જેટલા ડિજિટલ પેમેન્ટ ના રસ્તા છે તેના કરતાં વધુ સાયબર ક્રિમિનલ યુઝર્સ ને ડિજિટલી છે તરવા માટે ઉપયોગ માં લેતા હોય છે.
national payment corporation of india દ્વારા રજૂ કરવા માં આવેલ રિપોર્ટ અનુસાર માર્ચ
૨૦૧૯ મા UPI દ્વારા લેણદેણની કુલ સંખ્યા ૭૯.૭૫ કરોડ અને ટ્રાન્ઝકશન થયેલ ૨ કમ રૂ . ૧.૩૩ લાખ કરોડ હતી . જ્યારે માર્ચ ૨૦૧૮ મા UPI દ્વારા થયેલ લેણદેણની કૂલ સંખ્યા ૧૭.૮૦ કરોડ અને ટ્રાન્ઝકશન થયેલ રકમ રૂ . ૨૪,૧૭૨ કરોડ હતી . આમ UPI ટ્રાન્સેકશનમાં માર્ચ ૨૦૧૮ થી ૨૦૧૯ માં ૬ ઘણો વધારો જોવા મળ્યો છે .
UPI દ્વારા હેકર્સ કેવી રીતે પૈસા ની ઉચાપત કરે છે ?
● આજે ઘણી બધી ઈ - કોમર્સ વેબસાઈટ કાર્યરત છે . જેના નામે ગ્રાહકોને લિંક મોકલી છેતરવામાં આવે છે.
● હેકર્સ ગ્રુપ લોકોને છેતરવા માટે સૌથી પેહલા લોકોના એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવે છે અને ત્યાંરબાદ ભૂલથી જમા થયા છે એવું જણાવી પૈસા પાછા મેળવવા માટે એક લિંક છેતરે છે .
● તમને લોટરી જાગી છે અને અમે તમારા એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવા માગીએ છીએ તો આવેલ લિંક પર કિલક કરીને એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવાના નામે છેતરવામાં આવે છે .
UPI થી થતા ફ્રોડથી બચવાના ઉપાયો :
● કોઈ ત્રાહિત વ્યક્તિ પાસેથી મોબાઈલ પર આવેલ લિંક પર ક્લિક કરવું નહિ.
● તમારા એકાઉન્ટમાં ભૂલથી કોઈ રૂપિયા જમાં કરાવે તો બેન્કને જાણ કરવી.
● UPI એકાઉન્ટ ધરાવતા હો તો ક્રેડિટ લિમિટ સેટ કરી રાખવી.
● UPI સોફટવેરને સતત અપડેટ કરવું .
● VPA અને MPin કોઈને પણ આપવા નહિ . લિંકના માધ્યમથી થતા વ્યવાહરો ક્યારેય અનુસરવા નહિ .
● UPI ટ્રાન્સેકરાનમાં પૈસા આપતી વખતે MPin માગવામાં આવે છે સ્વીકારતી વખતે નહી ..
● મોબાઇલમાં teamviewer અને anydesk જેવી એપ્લિકેશન ન રાખવી .
● કોઈ પણ બેંકની UPI એપ્લિકેશન playstore કે appstore પરથી ડાઉનલોડ કરવી .
● કોઈ એપ્લિકેશન ઇન્સટોલ કરતી વેળાએ contain ads લખેલું આવે તો ઇન્સટોલ ન કરવી.
● UPI માટેના નકલી હેલ્પલાઇન નંબરથી સાવધ રહેવું.
Comments
Post a Comment