મોટર વિહકલ્સ એક્ટ મુજબ વાહન ની આરસી બુક, લાઇસન્સ વાહનનો વીમો અને પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ
( પીયુસી ) સર્ટિફિકેટ વાહન ચલાવતી વખતે આપણી સાથે હોવાં જરૂરી છે . જો તમે આ દસ્તાવેજો અસલ સ્વરૂપમાં સતત સાથે રાખવા માગતા ન હો તો તેને ડિજિલોકરમાં સ્ટોર કરી શકો છો અને પોલીસ માગે ત્યારે બતાવી શકો છો . ડિજિલોકરમાં સાચવેલા ડિજિટલ ડોક્યુમેન્ટ્સ ઇન્ડિયન આઈટી એક્ટ ૨૦૦૦ હેઠળ કાયદેસર માન્ય છે .
ડિજિટલ લોકરનો આ વેબસાઇટ https://digilocker.gov.in તેની એન્ડ્રોઇડ અને આઇઓએસ મોબાઇલ એપ્સ પણ ઉપલબ્ધ છે .
- ડિજિલોકરમાં રજિસ્ટ્રેશન કરો .
ડ્રાઇવિંગ લાઇસન્સ લિન્ક કરો.
ડ્રાઇવિંગ લાયસન્સ લિન્ક કરો એપમાં “ ઇસયૂડ ડોક્યુમેન્ટ્સ’માં જાઓ અને સર્ચ પર ક્લિક કરો . અહીં જે જે સરકારી વિભાગો તરફથી તમારા દસ્તાવેજો ઉપલબ્ધ હોય તે વિભાગોની યાદી જોવા મળશે . સર્ચ બોક્સમાં ફક્ત (GUJ) લખતાં ગુજરાતના વિભાગો જોવા મળશે . તેમાં ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ અને તેમ ડ્રાઇવિંગ લાયસન્સ પર ક્લિક કરો . તમને પૂછવામાં આવતી વિગતો આપતાં , તમારું ડ્રાઇવિંગ લાયસન્સ અહીં ડિજિટલ સ્વરૂપે આવી જશે . એ જ રીતે વાહનની આરસી બુક પણ મેળવી શકાશે .
NOTE:-ડિજિલોકર જે તે વ્યક્તિના આધાર સાથે કનેક્ટ થાય છે .તેથી જે વ્યક્તિ ના ડોક્યુમેંટ્સ તેમાં મેળવી શકાય.

Comments
Post a Comment