હવે તમે ઇચ્છો તો તમારા ફોનને એક પણ વાર આંગળી અડાડ્યા વગે તેનો ઉપયોગ કરી શકો છો.
અમુક લોકો માટે આ સુવિધા ખરેખર ઉપયોગી થાય શકે.
આપની રોજબરોજની જિંદગીમાં આપણે ઘણી વાર એવી સ્થિતિ માં હોય શકીએ જ્યારે ફોન જાતે હાથ માં લય ને તેમાં કાંઇ કામ કરવું આપના માટે મુશ્કેલ હોય. નવી ટેક્નોલોજી આવી સ્થિતિમાં પણ આપની મદદ કરી સકે છે.આ એપ માં અલગ-અલગ વોઇસ કમાંડ આપીને કોલ કરવો, મેસેજ કરવો, મેઇલકરવો, ટાઇમરસેટ કરવું, વગેરે કરી શકાય છે.
ગૂગલ વોઇસ એકસેસ એપ
ગૂગલે ખાસ તો અમુક પ્રકારના રોગો નો સામનો કરતી વ્યક્તિ માટે "ગૂગલે વોઇસ એકસેસ એપ" નામની એપ લોન્ચ કરી છે.
આ એપ નો ઉપયોગ કરવા થી મોબાઇલ "હેન્ડસ ફ્રી " જેવો અનુભવ આપી શકે છે.
વોઇસ એકસેસ એપ એવી સગવડ છે ફોન અનલોક કરી ને ફોન માં તમામ પ્રકારની એકશન લઇ શકી છીએ.
જો તમે આનો ઉપયોગ કરવા ઇચ્છતા હોય તો.....
1)એન્ડ્રોઇડ મોબાઇલ ના પ્લેસ્ટોર પર જઇને વોઇસ એકસેસ એપ ડાઉનલોડ કરી લો.
2) આ એપ નો યુઝ કરવા માટે એન્ડ્રોઇડ 5 (ANDROID LOLLIPOP) કે ત્યાર પછી નું વર્ઝન હોવું જરૂરી છે.
આ એપ ડાઉનલોડ કર્યા પછી જરૂર લાગતી પરવાનગી આપી દેવી.
વોઇસ એક્સેસ કેવી રીતે કામ કરે છે એ જાણવા જેવું છે! એન્ડ્રોઇડના સ્ક્રીન પર આપણે જે અલગ અલગ જગ્યાઓએ ટચ કરીને કોઈ પણ કામ કરાવી શકીએ એ બધું જ વોઇસની મદદથી કરવા માટે એ તમામ ટચ પોઇન્ટને એક ચોક્કસ નંબર આપવામાં આવે છે . જેમ કે ફોન ઓપન કરતી વખતે જો આપણે પાસવર્ડ રાખ્યું હોય તો દરેક ડિજિટ માટે એક નાનો શબ્દ બતાવવામાં આવે છે . આપણા પાસવર્ડ મુજબ દરેક ડિજિટ માટે અપાયેલો શબ્દ બોલીને ફોનને આપણો પાસવર્ડ આપી શકીએ છીએ . અને દરેક વખતે દરેક ડિજિટ માટેના શબ્દો બદલાતા હોવાથી બીજી કોઈ વોઇસ કમાન્ડ સાંભળતી હોય તો પણ વ્યક્તિ આપણા તે આપણો પાસવર્ડ જાણી શકતી નથી .
આપણે ફોનને વોઇસ કમાન્ડ આપીએ ત્યારે સ્ક્રીનના સ્ટેટ્સ બાર મા વોઇસ કમાન્ડ લખાતા જોઈ શકાશે . વોઇસ એક્સેસ સિસ્ટમ નીચે મુજબના વોઇસ કમાન્ડસ ઓળખી શકે છે : જેમ કે
●ઓપન ( કોઈ એપનું નામ )
● ગો બેક
● ગો હોમ
● શો નોટિફિકેશન્સ
આ ઉપરાંત જુદા જુદા પ્રકારનાં સેટિંગ કરવા માટે નીચે મુજબના વોઇસ કમાન્ડ આપી શકાય :
● ટર્ન ઓન વાઇ - ફાઇ
● ટર્ન ઓફ વાઇ - ફાઇ
મેસેજ ટાઈપ કરી રહ્યા હોઈએ ત્યારે સંપૂર્ણ ટેકસ્ટ વોઇસ કમાન્ડથી ટાઇપ કરી શકાય અને ત્યારે અન્ડુ , રીડુ , ઇન્સર્ટ ( કોઈ શબ્દ ).જેવા કમાન્ડ આપી શકાય.
કોઈ શબ્દ કે વાક્ય ને અપરકેસ કે લોઅર કેસ જેવું ફોર્મેટિંગ કરવું હોય તો એ પણ શક્ય છે . લખાણમાં કર્સરને આમતેમ ફેરવવું હોય કે ટેકસ્ટ સિલેક્ટ કરીને કટ કોપી કે પેસ્ટ કરવી હોય તો એ પણ વોઇસ કમાન્ડથી થઈ શકે ! ગૂગલ કહે છે કે નજીકના ભવિષ્યમાં અંગ્રેજી ઉપરાંત બીજી ભાષાઓ પણ આવરી લેવામાં આવશે .
રોજેરોજ આપણી આંગળીઓ સ્માર્ટફોન પર સતત આમતેમ દોડતી રહે છે અને કદાચ એટલે જ ફોનના સ્ક્રીન પર આંગળીથી સ્પર્શ કરી શકવાની ક્ષમતા કેટલી મહત્ત્વપૂર્ણ છે એ તરફ આપણું ધ્યાન જતું નથી .
Comments
Post a Comment