સેવ થયા વિના બંધ થઈ ગયેલી ફાઈલ પરત મેળવો



 ફાઈલ પરત મહત્ત્વની ફાઇલ પર કામ કરતી વખતે ઘણી આવું બનતું હોય છે , આપણે ફાઇલને થોડા થોડા વખતે સેવ કરવાનું ભૂલી જઈએ અને બનવાજોગ પાવર સપ્લાયમાં ઊંચ - નીચ થઇ કે બીજા ગમે તે કારણસર કમ્યુટર ક્રેશ થાય એટલે કે અચાનક બંધ થઈ જાય ! આવા સંજોગમાં આપણને પોતાનીફાઈલ સેવ કરીને બંધ કરવાનો મોકો જ ન મળે . આપણે ખાસ્સી મહેનતથી કામ કર્યું હોય અને તે સેવ થાય તે પહેલાં ફાઇલ બંધ થઈ ગઈ હોય . 


સારી અને ધરપતની વાત એ છે કે લગભગ દરેક સારા પ્રોગ્રામમાં શકાશે ફાઇલ્સને ઓટોસેવ કરવાની સગવડ હોય છે ( ગૂગલ ડ્રાઇવમાં સેવ કરેલી આપણી ફાઇલમાં તો મેન્યુઅલ સેવની જરૂર જ હોતી નથી ) . માઈક્રોસોફ્ટ ઓફિસની વાત કરીએ તો તેમાં પણ આપણી ફાઇલ્સને નિયત સમયાંતરે ઓટોસેવ કરવામાં આવે છે .


 પરિણામે આપણે , આવી રીતે ફાઇલ્સ અચાનક બંધ થયા પછી એ પ્રોગ્રામ ફરી ઓપન કરીએ ત્યારે ડાબી તરફ ડોક્યુમેન્ટ રીકવરીની એક પેનલ ખૂલે છે અને તેમાં વગર બંધ થયેલી ક્રેશ ફાઇલ જોવા મળે છે . આ ફાઇલ ક્લિક જાય ! કરતાં પ્રોગ્રામે ફાઇલને જ્યારે છેલ્લે પોતાની ઓટોસેવ કરી હશે તે તબક્કાની ફાઇલ રીકવર થશે .

 

 કેટલા સમયના અંતરે ફાઇલ ઓટો સેવ થાય તે નક્કી કરવા કરવા માટે વર્ડ , એક્સેલ કે પાવરપોઇન્ટના ઓપ્શન્સમાં સેવા વિભાગમાં જઈને સેટિંગ્સ કરી શકાશે  

અહીં તમે જોઈ શકશો કે કમ્યુટરમાં આપણી ઓટો સેવ થયેલી ફાઇલ ક્યાં સેવ કરવામાં આવે છે . એ ઉપરાંત , તમે ફાઇલ તમે જ્યારે સેવ કરો ત્યારે બાય ડિફોલ્ટ કર્યું ફોલ્ડર બતાવવામાં આવે એ પણ અહીંથી નક્કી કરી શકાય છે - આ બહુ કામની સગવડ છે !

Comments